Know about my entire Life
Know about my Books
Know about my new Books
What the Books contain
Others opinion about me
My last Article
Know about my Awards
Get in touch with me
Send me for more Details
   






          
       

પ્રેમ અને પ્રસન્નતાનો પ્રવાહ

 
   

પ્રેમનાં કાવ્યો માટે જાણીતા રોમન કવિ ઓવિડ કહે છે કે, “જ્યારે બોજો પ્રસન્નતાપૂર્વક ઉઠાવાય છે ત્યારે તે હલકો લાગે છે. હું કવિ ઓવિડ સાથે સો ટકા સહમત છું કે પ્રસન્નતાથી વિચારેલા આ નિબંધો લખવામાં મને કદી કોઈ બોજો લાગ્યો નથી. પણ એના લખાણથી મને પ્રસન્નતાનો અનુભવ થયો છે. એટલે નહીં આપેલા એકેક નિબંધને હું પ્રેમ અને પ્રસન્નતાનો પ્રવાહ ગણું છું.

પ્રેમ અને પ્રસન્નતાનો પ્રવાહ ના નિબંધોમાં લોકો વાત કરતા હોય, પ્રશ્નોનો ઉકેલ શોધતા હોય, સામાન્ય વાચકોમાં જિજ્ઞાસા જાગી હોય એવા બધા વિષયોને લઈને મારા વિચારોને માં વાચા આપી છે. એમાં કોઈ સલાહ-સૂચન નથી. કોઈ વિદ્ધતાપૂર્ણ ઉપદેશ નથી. પણ ચર્ચેલા વિષયોને પ્રેમથી સમજવા અને સમજાવવાનો મારો પ્રયત્ન રહ્યો છે.

“પ્રેમ અને પ્રસન્નતાનો પ્રવાહ” ના એકેક નિબંધને મારા અનુભવની એરણે ચડાવીને અહીં રજૂ કરવામાં આવ્યો છે. પરંતુ મારા અનુભવોના આધારે કરેલાં વિધાનો અને મારા મતના વિચારો સાથે મારા કેટલાક વાચકમિત્રો સહમત ન હોય એવું બને. પણ મારાં લખાણ સૌ વાચકમિત્રોને વિચારતા કરી મૂકે તો હું મારી મહેનતને સફળ ગણીશ.

 

અનુક્રમ / પ્રસન્નતાની હૂંફ (પ્રસ્તાવના)

૧. બધું જ બરાબર થઈ જશે ૧૪. ઘડપણ અને આનંદ
૨. આંતરધર્મીય મિત્રતા અને શાંતિ ૧૫. સત્ય વળી શું?
૩. શાળાઓમાં જાતી શિક્ષણનું મહત્વ ૧૬. શું દયાવધ ઈચ્છનીય છે?
૪. વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનું પર્વ ૧૭. દિવાળી એટલે અંતરાત્માની ખોજ
૫. પરીક્ષા અને મનનો આરામ ૧૮. નાતાલનો સંદેશ : માણસ પરનો ઈશ્વરનો પ્રેમ
૬. મારી મર્યાદિત વિચારશક્તિ ૧૯. નવા વર્ષનો મારો એકમાત્ર ઠરાવ
૭. આઘાતના અનુભવમાંથી મળતી દ્રષ્ટિ ૨૦. ગુડ ફ્રાઈડે અને ક્રોસની આધ્યાત્મિકતા
૮. ભૂમિસંસ્કાર કે અગ્નિસંસ્કાર ૨૧. એકલવાયા જીવનનો આનંદ
૯. આ ફક્ત તમારા માટે છે ૨૨. દાઢીનો તર્કવિતર્ક
૧૦. માનવતાની દષ્ટિએ ઉંદર ભાડે આપવાની વાત ૨૩. વસ્તીવધારો : શાપ કે આશીર્વાદ
૧૧. આતંકવાદની લાણણી ૨૪. વિરોધનો સામનો કરવાનાં સાત પગલાં
૧૨. ગરીબોને વાઈબ્રન્ટ બનાવો ૨૫. યુગ પુરુષ પોપ યોહાન પોલ બીજા
૧૩. મારી શ્રદ્ધા કે મારી આશા?    
   
પ્રેમની પરિક્રમા  


અહીં પ્રેમની પરિક્રમા પુસ્તકમાં દૂત માસિકમાં મેં ૧૯૮૪ થી ૧૯૯૪ સુધીના ગાળામાં લખેલા તંત્રીલેખો અને અન્ય લખાણોમાંથી પસંદ કરેલા લેખોનો સમાવેશ કર્યો છે. ઈસુ દર્શન અને ઈશ્વરવિદ્યાના લેખો સાથે ધાર્મિક તહેવારો અને ખ્રિસ્તી ધર્મસભા અંગેલા લેખો અહીં છે. વળી, એમાં પ્રેમ અને ક્ષમા જેવાં મૂલ્યોને વરેલા લેખો સાથે વ્યક્તિ અને સમાજને લાગુ પડે એવા લેખો પણ છે. આ બધા લેખો પસંદ કરવામાં હાલના સંજોગોમાં એમના પ્રસ્તુતતા અને સુસંગતતાને ધ્યામાં લીધી છે.

‘દૂત’ ના હેતુને એટલે પ્રેમસ્વરૂપ ઈસુ ખ્રિસ્તને કેન્દ્રમાં રાખી માનવહૃદય અને માનવસમાજનું સર્વક્ષેત્ર નવસર્જન કરવાના હેતુને ધ્યાનમાં લઈને લખેલા આ બધા લેખો દેખીતી રીતે ખ્રિસ્તીઓ અને ખ્રિસ્તી ધર્મને વિશેષ રીતે સ્પર્શે છે. પણ એકેક લેખ કે પ્રકર્ણાં રજૂ થયેલાં માનવમૂલ્યો અને જીવનદર્શન કોઈ કોમ, જાતિ કે ધર્મના ભેદભાવ વિના દરેક માણસને લાગુ પડે છે.

 

અનુક્રમ / પ્રસ્તાવના – ફાધર વિનાયક જાદવ, એસ.જે. આમુખ

૧. સાચો પ્રેમ સ્વીકારીએ ૧૫. વડાધર્મગુરુનો વિશ્વ પરિપત્ર ‘સોમું વર્ષ’ અને આપણે
૨. ક્ષમા કરશો તો ક્ષમા પામશો ૧૬. વિમોચન ધર્મવિદ્યાને માર્ગે
૩. પ્રેમનો અનુભવ ૧૭. છૂટાછેડા અને લગ્ન-મુક્તિ ધર્મસભાની દષ્ટિએ
૪. તેઓ તમને સતાવશે ૧૮. સંતોના જીવનમાં પરમપ્રસાદનું સ્થાન
૫. પ્રેમની દષ્ટિ અને પ્રેમનું વલણ ૧૯. દલિત-પીડિતોની પડખે રહેતો ખ્રિસ્તીધર્મ
૬. તમને થયેલા ઈશ્વરનો અનુભવ ૨૦. ભારતીયકરણ વાજબી છે?
૭. નવા વર્ષે ઈસુને પગલે ચાલીએ ૨૧. ટીકા સામે શું કરીએ?
૮. ઈસુ આજના યુવક-યુવતીઓની નજરે ૨૨. સ્ત્રીઓને સર્વક્ષેત્રે સમાન હક્ક આપો
સ્ત્રીના રૂપમાં ઈસુ ૨૩. તમારા માટે માતા મરિયમ રસ્તો કાઢશે
૧૦. ક્યાં ઈસુ? કલ્પનાના કે ઈતિહાસના? ૨૪. નિષ્ઠાવાન સેવક
૧૧. ગભાણમાં ઈશ્વર પિતાનો ચહેરો ૨૫. નવી દિશા ચીંધવી છે: બિશપ થોમસ મેકવાન
૧૨. તમારા હૃદયમાં ઈસુનો જન્મ ૨૬. ભલા અને નિષ્ઠાવાન મિશનરી ફાધર ગાતો
૧૩. પુનરુત્થાન એટલે ઈસુ સાથે નવો સંબંધ ૨૭. સેવાની કદર
૧૪. આપણું પુનરુત્થાન કયારે?    
 

હાફ ટુ મેક લાઈફ વર્થ લિવિંગ
(જીવનને કેવી રીતે જીવવા જેવું બનાવીએ?)

 


ફાધર વર્ગીસે મૂળ ગુજરાતીમાં લખેલા લેખોનો લેખકે પોતે અંગ્રેજીમાં અનુવાદ કરેલો લેખોનો આ સંગ્રહ છે. આ લેખો બંને ગુજરાતીમાં તેમજ અંગ્રેજીમાં જુદાં જુદાં સામયિકોમાં પ્રકા શિત થાય છે. આ સંગ્રહમાં માણસના દૈનિક જીવનને સ્પર્શતા વૈવિધ્યસભર વિષયને ધ્યાનમાં લીધા છે. એટલે લેખો એકબીજાથી ભિન્ન અને સ્વતંત્ર હોવા છતાં બધા લેખો પ્રેમ અને માનવીય મૂલ્યનાં પૈડા આરો સમાન છે.






અનુક્રમ

૧. લઈ જાઓ પ્રકૃત્તિની સુંદર ચીજવસ્તુઓ મફતમાં! ૧૪. નવા વર્ષે નવો ચીલો પાડીએ
૨. બીજાનો વિચાર કરીએ ૧૫. હંમેશાં હાંસિયાંમાં ધકેલાયેલા લોકો
૩. મધર ટેરેસાની માણસાઈ ૧૬. બૌદ્ધ ધર્મ પ્રેરિત વ્યવસ્થાપન
૪. બધાને માટે ન્યાય એટલે બધાને માટે શાંતિ ૧૭. આદર્શ સરકાર અને આદર્શ વહીવટ
૫. શિક્ષણની ગુરુચાવી શિક્ષક છે ૧૮. આદિવાસી અસ્મિતાનું સૂત્ર ‘જય આદિવાસી’
૬. સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતા ૧૯. સામાજિક અનિષ્ટો સામેનો જંગ – આદિવાસી રીતે
૭. વૈશ્વિકીરણની સ્પર્ધા કે મૂલ્યોનું જતન ૨૦. સ્વાતંત્ર્યદિનની આપણી ઉજવણીઓ
૮. આપણાં નિર્વાસિતો અને અભ્યાર્થીઓ ૨૧. ઝળહળતી સિદ્ધિઓ અને આંખે વળગતી નિષ્ફળતાઓ
૯. આશરો વિનાના નિર્વાસિતો ૨૨. નાણાં કમાવ પણ અનાસક્તિ રાખો
૧૦. પરીક્ષા કરતાં જીવન વધુ મૂલ્યવાન છે ૨૩. ગધેડાનો નમૂનો
૧૧. આત્મહત્યા – હંગામી પ્રશ્નનો કાયમી ઉકેલ છે? ૨૪. સ્ત્રીઓનો એક નંબરનો દુશ્મન કોણ?
૧૨. તમારા ઘરમાં માનવહક્ક પ્રસ્થાપિત કરો ૨૫. તનાવ મુક્ત જીવન
૧૩. ઘર એટલે શાંતિનું ધામ    
   
મધુર જિંદગી  
   

       
   
     
     
     
   
Site best viewed at 800 x 600 pixels resolution with 24-bit color depth
Site Designed by MJ Web Solutions Pvt. Ltd.
 
View site in Gujarati View site in English