| મારો જન્મ કેરળના એરનાકુલમ જિલ્લામાં એનાનલ્લૂર ગામે ૧૯૪૩ મે ૩૧ મા રોજ થયો હતો. કેરળમાં જૂનું ૧૧ ધોરણ પાસ કરીને હું ૧૯૬૩માં અમદાવાદ ખાતે ઈસુસંઘની સાધુ સંસ્થામાં દાખલ થયો. સંસ્થાની તાલીમ સાથે ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યા પછી હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જોડાયો અને ગુજરાત યુનીવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ સાથે ૧૯૭૨માં સ્નાતક થયો.પૂણે ખાતે જ્ઞાનદીપ વિદ્યાપીઠમાંથી ફિલસૂફીમાં અને રોમ (ઈટલી) ખાતે ગ્રિગોરિયન યુનિવર્સિટીમાંથી બાઈબલ અને ધર્મશાસ્ત્રમાં અનુસ્નાતક ડિગ્રીઓ મેળવી. વળી, ઈંગ્લેન્ડ અને અમેરિકામાં લેખન અને પત્રકારત્વનો અભ્યાસ કરવાની તક પણ મને મળી છે. મને રોમ ખાતે ૧૯૭૭માં પુરોહિતદીક્ષા મળી. |
પત્રકારત્વના અભ્યાસ માટે લંડન સ્કૂલ ઓપ જર્નાલિઝમ, લંડનમાં ગયા તે વખતે ૧૯૭૫ માં લીધેલી તસ્વીર |
| |
|
ભારતમાં પરત આવીને ગુજરાતમાં ‘દૂત’ માસિકના તંત્રી તરીકે મેં બે વર્ષ સેવા બજાવી. ૧૯૮૦થી ચાર વર્ષ નવી દિલ્હીમાં સાઉથ એશિયન રિલિજિયસ ન્યૂઝ (SAR News) સમાચાર સંસ્થાના ફાઉન્ડર – ડાયરેક્ટર તરીકે સેવા બજાવી. સૌ પ્રથમ ૧૯૮૦ માં રોમ ખાતે આંતરરાષ્ટ્રીય કેથલિક અખબાર પરિષદ (UCIP) ના વિશ્વ સંમેલનમાં ભાગ લીધો અને એમાં ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ કેથલિક ન્યૂઝ એજન્સીસ (FIAC) ના કારોબારી સભ્ય તરીકે ચૂંટાયો અને ત્યાર્થી જુદા જુદા હોદ્દાઓની રૂએ ૨૪ વર્ષ UCIP નો કારોબારી સભ્ય રહ્યો. એમાં નવી દિલ્હી ખાતે ૧૯૮૬માં યોજેલા UCIP ના વિશ્વસંમેલન પછી હું ત્રણ વર્ષ માટે સાઉથ એશિયન કેથલિક પ્રેસ એસોસિયેશનનો પ્રમુખ અને UCIP નો બોર્ડ મેમ્બર પણ રહી ચૂક્યો છું. હાલ હું UCIP નો ભારતમાંનો એકમાત્ર ઓ નરરી (માનદ્) સભ્ય છું.
ફરી ૧૯૮૪માં ‘દૂત’ ના તંત્રી તરીકે ત્રીજી વાર મારી નિમણૂંક થઈ. વળી, જાન્યુઆરી ૧૯૮૪માં અમદાવાદના ધર્માધ્યક્ષશ્રી ચાર્લ્સ ગોમ્સના વડપણ હેઠળ કેથલિક ઈન્ફરમેશ્ન સર્વિસ સોસાયટી (CISS) ના સ્થાપક-ડાયરેક્ટર તરીકે જવાબદારી ઉપાડી અને આશ્રમ રોડ પાસે નવું કાર્યાલય વસાવ્યું. પાંચેક વર્ષ ‘દૂત’નું કામ પણ CISS કાર્યાવયમાંથી કર્યા પછી ૧૯૮૯માં મેં ઈસુસંઘના નામે ‘દૂત’ માટે અલગ, સ્વતંત્ર કાર્યાલય ખરીદ્યું. |

ઈસુસંઘમાં દાખલ થવા માટે જૂન ૧૯૬૪માં ઘર છોડયાના દિવસે નાના ભાઈ મેથ્યુ જોડે |
| |
|
‘દૂત’ ના સાતેક દાયકાના ઇતિહાસમાં પ્રથમ વાર પત્રકારત્વની વ્યવસાયી તાલીમ પામેલ ‘ખુલ-ટાઈમ તંત્રી તરીકેની મારી નિમણૂંક ૧૯૭૭માં થયા પછી ૧૯૮૯માં ‘દૂત’ માટે પ્રથમ વાર સ્વતંત્ર કાર્યાલયનો પ્રબંધ કરવાનો મને આનંદ થયો. એટલું જ નહિ પણ પુસ્તક કદના ‘દૂત ને ૧૯૮૭ સામાન્ય સામયિકના કદમાં ફેરવીને વધતા જતા વાચકવર્ગને વધુ સાહિત્ય’ પીરસવાની મને તક મળી. તે વર્ષો દરમિયાન સાર ન્યુઝ અને યુસીપ સાથેના મારા નિકટના સંપર્કને કારણે દેશવિદેશમાં ફરવાનો અને ત્યાંના સામયિકો અને એના તંત્રીઓ પાસેથી ઘણું શીખવાનો મને મોકો મળ્યો અને એનો લાભ ‘દૂત’ ને મળ્યો. પરિણામે ‘દૂત’ ની ગ્રાહક સંખ્યા વધતા રહી અને લવાજમ ભરેલા ૫૦૦૦ થી વધુ ગ્રાહકો સાથે ૧૯૯૪માં ‘દૂત’માંથી હું ફરેહ થઈ શક્યો છું.
સી,આઈ.એસ.એસ. અને ‘દૂત’નાં કામો સાથે દક્ષિણ એશિયાના ઈસુસંઘનાં સંચાર માધ્યમોમાં રોકાયેલા ઈસુસંઘીઓની સંસ્થા JESCOM ના સેક્રેટરી તરીકે આઠ વર્ષથી જવાબદારી નિભાવતો હતો તેમાંથી પણ ૧૯૯૪માં મુક્ત થયો અને નવી દિલ્હી ખાતે એક નવી જવાબદારી મળી.
|

ઓક્ટોબર ૧૯૭૭માં પુરોહિત દીક્ષ પછીનો ફાધર વર્ગીસ પોલના કૌટુંબિક ફોટો (બેઠેલામાં વર્ગીસ, બા, દાદી, બાપુજી, મામા અને
મોટાં બહેન)

ફાધર વર્ગીસનો લાક્ષણિક
ફોટો (૨૦૦૯)
|
| |
|
| એસોસિયેશન ઓફ કેથલિક ઈન્કવાયરી સેન્ટર્સ ઈન્ડિયા (ACECI) ના કાર્યવાહક સેક્રેટરી તરીકે ૧૯૯૪માં મારી નિમણૂંક થઈ. મારું મુખ્ય કામ નવી દિલ્હી ખાતે ACECIનું કેન્દ્રીય કાર્યાલય સ્થાપવાનું અને ચલાવવાનું હતું. નવી દિલ્હીમાં SAR News નું કાર્યાલય સ્થાપવા અને ચલાવવાનો અનુભવ હતો. ૧૯૯૮ થી ૨૦૦૩ સુધીના નવ વર્ષ દરમિયાન દર મહિને દસેક દિવસ નવી દિલ્હીમાં હું મારું કામ કરતો હતો. ૨૦૦૩માં ACECI National Officeના સ્થાપક-કાર્યવાહક સેક્રેટરી તરીકે ACECIની માલિકીમાં ખરીદેલું ૧૮૦૦ ચો.મી. કાર્યલય ફુલ-ટાઈમ કાર્યવાહક સેક્રેટરીને સોંપીને હું દિલ્હીના કામમાંથી ફરેહ થઈ શક્યો છું.
‘દૂત’ની જવાબદારી છોડયા પછી લેખનકાર્યનો મારો શોખ જાણનાર મિત્રોએ મને બહારનાં અખબારો અને સામયિકોમાં લખતો કાર્યો. જુદાં જુદાં અખબારોમાં કટાર લેખો લખતો રહ્યો. ૧૯૯૯માં મારા મુરબ્બી મિત્ર જોસેફ મેકવાન એમના પ્રકાશક પાસે લઈ ગયા અને તે વર્ષે આર.આર. શેઠ એન્ડ કું. ના ભગતભાઈએ મારાં બે પુસ્તકો પ્રકાશિક કર્યાં. ત્યારથી લેખન અને પુસ્તકોનું પ્રકાશન અવિરત ચાલે છે. ૨૦૦૯માં CISSના રજત મહોત્સવ પ્રસંગે પ્રકાશિક થયેલાં મારાં ત્રણ પુસ્તકો સાથે કુલ ૩૫ પુસ્તકોપ્રગટ કરવાનો મને લહાવો મળ્યો છે. એમાં મારાં ગુજરાતી પુસ્તકોમાંથી મેં અનુવાદ કરેલાં બે અંગ્રેજી પુસ્તકોનો પણ સમાવેશ થાય છે. બંને અંગ્રેજી પુસ્તકોનો મલયાલમમાં અનુવાદ ૨૦૧૦માં પ્રકાશિત થશે. |

ફાધર વર્ગીસ સપ્ટેમ્બર ૧૯૯૫૫માં રોમ ખાતે
વેટિકન રેડિયોને આપેલી મુલાકાતનો ફોટો |
| |
| મને આનંદ છે કે અત્યાર સુધીની મારી ‘નોકરીઓ’ અને જવાબદારીઓ મારા શોખ-વાંચન, લેખન અને પ્રવાસ – ને પોષનારી રહી છે. અભ્યાસ, આંતરરાષ્ટ્રીય સંમેલન અને પત્રકાર તરીકેની સેવા અર્થે મને આખા ભારતની મુલાકાત લેવા સાથે યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અને એશિયા ખંડના તેત્રીસ દેશોની મુલાકાત લેવાની તક મળી છે અને એનાથી મારું લેખનકાર્ય પણ સમૃદ્ધ બન્યાનો મને આનંદ છે.
જ્યારે એપ્રિલ ૨૦૦૪માં મારી અંગત વેબસાઈટનું નવપ્રસ્થાન કર્યું ત્યારે મારા જીવનનો એક નવો દરવાજો ખોલવામાં આવ્યો. મિત્રો, ઓળખીતાઓ અને અપરિચિત લોકોએ પણ હજારોની સંખ્યામાં મારી વેબસાઈટની મુલાકાત લેવા માંડી ત્યારે મારાં કામોમાં મને પ્રોત્સાહન અને પ્રેરણાં મળ્યાં. અંગત વેબસાઈટની સફળતાથી પ્રેરાઈને એપ્રિલ ૨૦૦૬માં મારા કાર્યાલયની વેબસાઈટ “www.biblegujarat.org” બનાવી અને તેનું સી.આઈ.એસ. ના પ્રમુખ બિશપ થોમસ મેકવાને ઉદ્દઘાટન કર્યું. |